ગિરનાર યાત્રા માટે સ્માર્ટફોન વગરના યાત્રિકો માટે પણ ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા
ગિરનાર યાત્રા માટે સ્માર્ટફોન વગરના યાત્રિકો માટે પણ ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા
Published on: 20th July, 2026

તાજેતરમાં ગિરનાર પર સિંહ દ્વારા બાળક પર હુમલાની ઘટના બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ID પ્રૂફ ફરજિયાત કરાયું છે. ગિરનાર જવા માટે દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે. આ વ્યવસ્થાના પહેલા દિવસે, શનિવારે, QR કોડ સ્કેન કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી આ સિસ્ટમને સારો પ્રતિસાદ મળ્યો છે. રવિવારે રજા હોવાથી ગિરનાર પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી, અને એક જ દિવસમાં 9,009 યાત્રિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. સ્માર્ટફોન ન ધરાવતા યાત્રિકો માટે સ્થળ પર ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.