પાલનપુરમાં પવનચક્કીના પાંખિયા ભરેલું ટ્રેલર વીજ લાઈન અડી જતાં આગ લાગી
પાલનપુરમાં પવનચક્કીના પાંખિયા ભરેલું ટ્રેલર વીજ લાઈન અડી જતાં આગ લાગી
Published on: 03rd August, 2026

પાલનપુર નજીક એરોમા સર્કલ પાસે ડીસા હાઈવે પર, મધ્યપ્રદેશથી પવનચક્કીના વિશાળ પાંખિયા ભરીને ભુજ જઈ રહેલું એક ટ્રેલર જેટકોની હાઈટેન્શન વીજ લાઈનને અડકતાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક વિકાસ અને ખલાસી સુનીલ વીજ કરંટની ચપેટમાં આવી ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ લાગતા ટાયરો સળગ્યા હતા અને હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો અને પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો.