અધિક કલેક્ટરે પંચમહાલ ખાતે વિવિધ સરકારી કચેરીઓની કરી મુલાકાત.
અધિક કલેક્ટરે પંચમહાલ ખાતે વિવિધ સરકારી કચેરીઓની કરી મુલાકાત.
Published on: 17th June, 2026

મહીસાગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટાએ વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવાના હેતુથી પંચમહાલ કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે સ્ટાફને સ્વચ્છતા, રેકોર્ડનું વર્ગીકરણ અને વહીવટી શિસ્ત જાળવવા સૂચના આપી. અરજદારોને હાલાકી ન પડે અને તેમની અરજીઓનો ઝડપી નિકાલ થાય તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો. સરકાર દ્વારા નિર્ધારિત સમય મુજબ હાજરી, અવર-જવર રજિસ્ટરમાં નોંધ અને જનતાની સેવાને પ્રાધાન્ય આપવાની તાકીદ કરી.