પંચમહાલના બોડેલીમાં નવી ભૂગર્ભ ગટર અને પાણી યોજના માટે સર્વે કરાયો
પંચમહાલના બોડેલીમાં નવી ભૂગર્ભ ગટર અને પાણી યોજના માટે સર્વે કરાયો
Published on: 05th June, 2026

નવીન બોડેલી નગર પાલિકા વિસ્તારમાં નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના પર કામગીરી શરૂ થઈ છે. શહેરી વિકાસ વિભાગ હેઠળ PDCOR કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા સમગ્ર નગર પાલિકા વિસ્તારનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સર્વે ભવિષ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના વિકાસ માટે યોજના બનાવવા માટે કરવામાં આવ્યો છે. બોડેલીને નગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ વિકાસ કાર્યોને પ્રાથમિકતા અપાઇ રહી છે.