પાટણ HNGUમાં રૂ. 3.22 કરોડના પાણીની ટાંકી, ફાયરિંગ રેન્જ વોલ સહિત વિકાસ કાર્યોનું લોકાર્પણ.
પાટણ HNGUમાં રૂ. 3.22 કરોડના પાણીની ટાંકી, ફાયરિંગ રેન્જ વોલ સહિત વિકાસ કાર્યોનું લોકાર્પણ.
Published on: 05th June, 2026

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણમાં પાણીની સમસ્યા હલ કરવા રૂ. 3.16 કરોડના ખર્ચે 15 લાખ લીટરની પાણીની ટાંકી અને 25 લાખ લીટરના અંડર ગ્રાઉન્ડ સંપનું લોકાર્પણ થયું. આનાથી કેમ્પસ અને સ્ટાફ્ ક્વાર્ટર્સમાં પાણીની અછત દૂર થશે. યુવાનોની સેના ભરતીની તૈયારી માટે યુનિવર્સિટી ભંડોળમાંથી રૂ. 6.40 લાખની ફાયરિંગ રેન્જ વોલ પણ ખુલ્લી મુકાઈ. ભવિષ્યમાં દોડવાનો ટ્રેક અને જમ્પિંગ વોલ જેવી સુવિધાઓ ઊભી કરાશે. ગુજરાત સરકાર દ્વારા ગ્રીન ઓડિટ પણ કરાયું છે.