શેત્રુંજી બચાવો: સુરત, અમદાવાદથી વતનમાં પહોંચ્યા લોકો
શેત્રુંજી બચાવો: સુરત, અમદાવાદથી વતનમાં પહોંચ્યા લોકો
Published on: 20th July, 2026

શેત્રુંજી નદીના રેતી માફિયાઓ દ્વારા થતા નુકસાન સામે ગામલોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલીના સરંભડા ગામમાં, ગ્રામજનો નદીના પટમાં એકઠા થઈને રેત ખનન સામે વિરોધ નોંધાવવા રામધૂન બોલાવી. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં વસતા વતનીઓ પણ આ લડતમાં જોડાયા. ભ્રષ્ટ તંત્રની મદદથી થતી રેતીચોરીથી પર્યાવરણ અને પાણીને નુકસાન થઈ રહ્યું છે. લોકોએ પ્રકૃતિના રક્ષણ માટે હવે રેતીનો એક પણ ફેરો ન ભરાય તેવી પ્રતિજ્ઞા લીધી છે.