અમરેલીના દામનગરના જર્જરિત વીજપોલને બદલી નવો સિમેન્ટનો પોલ નાખાયો
અમરેલીના દામનગરના જર્જરિત વીજપોલને બદલી નવો સિમેન્ટનો પોલ નાખાયો
Published on: 20th July, 2026

દામનગર શહેરની જૂની શાક માર્કેટ પાછળ લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલો વીજ થાંભલો બદલવાની સ્થાનિકોની માંગને પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધ્યાને લેવામાં આવી હતી. ચાલુ વરસાદ વચ્ચે શનિવારે સવારે જૂના થાંભલાને દૂર કરીને તેની જગ્યાએ નવો સિમેન્ટનો વીજ પોલ ઉભો કરવામાં આવ્યો હતો. પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ. એમ. પટેલની સૂચના અને હાજરીમાં કર્મચારી એમ. બી. ડાંગર તથા તેમની ટીમે કામગીરી પૂર્ણ કરી. વરસાદી માહોલ હોવા છતાં સમયસર કામગીરી થતાં રહેવાસીઓમાં રાહત જોવા મળી.