આણંદમાં પ્રાપ્તિ સર્કલ હવે સેવા જ્યોતિ સર્કલ
આણંદમાં પ્રાપ્તિ સર્કલ હવે સેવા જ્યોતિ સર્કલ
Published on: 03rd October, 2026

આણંદ શહેરમાં 9 વર્ષ જૂના અને જાણીતા પ્રાપ્તિ સર્કલનું નામ બદલીને હવે સેવા જ્યોતિ સર્કલ કરવામાં આવ્યું છે. આ નામ પરિવર્તન પાછળ રાજકીય મમત અને નાણાંનો વ્યય હોવાનું બહાર આવતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2017માં બનેલા આ સર્કલને 2015માં કાઉન્સિલર રહેલા એક રાજકીય આગેવાને ગરબા ગાયિકા પ્રાપ્તિ મહેતાના નામ પર અપાવ્યું હતું. હવે, જૂના ગરબા ગ્રુપથી અલગ થયેલા પ્રાપ્તિ મહેતા સાથેના દ્વેષભાવને કારણે રાજકીય નેતા દ્વારા સર્કલને તોડીને રૂ.11 લાખના ખર્ચે નવું નામ અપાવવામાં આવ્યું છે, જે વિકાસના નામે નાણાંનો વેડફાટ ગણાઈ રહ્યો છે.