મોડાસાના મહાદેવગ્રામમાં મિનિ રાજઘાટ ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી
મોડાસાના મહાદેવગ્રામમાં મિનિ રાજઘાટ ખાતે ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી
Published on: 03rd October, 2026

મોડાસાના મહાદેવગ્રામમાં સ્થિત મિનિ રાજઘાટ પર ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગ્રામજનો, શાળાના બાળકો, શિક્ષકો, કોલેજના પ્રોફેસરો અને NSSના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' તથા 'રઘુપતિ રાઘવ રાજારામ'ની પ્રાર્થના કરવામાં આવી. પૂર્વ સાંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગાંધીજીનું સ્વપ્ન રામરાજ્ય સ્થાપવાનું હતું, જે હજુ સંપૂર્ણપણે સાકાર થયું નથી. કાર્યક્રમમાં લોકશાહી અને રામરાજ્યની ભાવના પર ભાર મુકવામાં આવ્યો.