રાજકોટ પોલીસ દ્વારા ઓડિશાથી આવતો 200 કિલો ગાંજો લોખંડની પ્લેટોની આડમાં ઝડપાયો
રાજકોટ પોલીસ દ્વારા ઓડિશાથી આવતો 200 કિલો ગાંજો લોખંડની પ્લેટોની આડમાં ઝડપાયો
Published on: 18th August, 2026

રાજકોટ પોલીસે બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઓડિશાથી લોખંડની પ્લેટોની આડમાં હેરાફેરી થતો 204.9 કિલો ગાંજો, જેની કિંમત દોઢ કરોડ રૂપિયા આંકવામાં આવી છે, તે ઝડપી પાડ્યો છે. પોલીસે અરબાઝ સંધિ અને મહમદ ઉર્ફે કાળુ નામના બે આરોપીઓની ધરપકડ કરી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગાંજાનો જથ્થો સ્થાનિક વેચાણ માટે અમિત અને માયા નામના ફરાર આરોપીઓએ મંગાવ્યો હતો. આ કાર્યવાહીથી રાજકોટમાં યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે.