મહેસાણાના જોટાણામાં નવા RCC રોડની કામગીરી સંતોષકારક નહીં
મહેસાણાના જોટાણામાં નવા RCC રોડની કામગીરી સંતોષકારક નહીં
Published on: 05th June, 2026

જોટાણાથી મીઠા તરફ નિર્માણધીન બે કિલોમીટરના નવા આર.સી.સી. રોડમાં કપચી ખરવા લાગતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. મહાદેવ ચોકડીથી કસલપુર તરફના માર્ગ પર બનેલા રોડનું ઉપલું સ્તર માત્ર એક મહિનામાં જ ઉખડવા લાગ્યું છે અને સાંધામાંથી પણ કપચી ખરી રહી છે. ચોમાસા પહેલા જ રોડને થયેલું નુકસાન જોઈને સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી છે. સહારભાઈ દેસાઈ જેવા રહીશોના મતે, રોડની વોરંટી સમયગાળો બાકી હોવા છતાં કામગીરી નબળી છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી ટકાઉ રોડ બનાવવા માંગણી કરાઈ છે.