વિસનગર લિંક રોડ બનશે ગ્રીન કોરિડોર
વિસનગર લિંક રોડ બનશે ગ્રીન કોરિડોર
Published on: 20th July, 2026

મહેસાણાના વિસનગર લિંક રોડ પર યુજીવીસીએલ ચોકડીથી માનવ આશ્રમ ચોકડી સુધીના 900 મીટર લાંબા આઇકોનિક રોડને હરિયાળો બનાવવા 150 વૃક્ષો વાવવામાં આવ્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને શહેરની સુંદરતા વધારવાના હેતુથી આ પહેલ કરાઈ છે, જેનાથી આ માર્ગ ભવિષ્યમાં ગ્રીન કોરિડોર બનશે. રોડની બાજુમાં પાંચ મીટરના અંતરે તૈયાર ખાડાઓમાં પેન્ડુલા, જેક્રેન્ડા અને ટર્મિનેલિયા પ્રજાતિના 10 ફૂટ ઊંચાઈના રોપાં વવાયાં છે. લોખંડની જાળીથી રક્ષણ અપાયું છે. નિયમિત જાળવણીથી વૃક્ષો વિકસાવવામાં આવશે, જે સુંદરતા, તાપમાન ઘટાડો, હવા શુદ્ધિકરણ અને છાંયડાની સુવિધા આપશે.