અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 59.32 ટકા જેટલું મતદાન થયું છે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ પક્ષની મજબૂતી પાછળ આંતરિક જૂથબંધીના કારણે ખોખલાપણાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બહારથી શક્તિશાળી દેખાતો ભાજપ પક્ષ ખાસ કરીને સુરતમાં અંદરખાને અસંતોષના વમળમાં ફસાયેલો જોવા મળે છે. ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એવી વિગતો બહાર આવી છે કે ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પક્ષના નબળા દેખાવની ઇચ્છા રાખી રહ્યા છે.
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ
અમદાવાદમાં ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા?
મતદાન બાદ હવે EVMની સુરક્ષા અને હેરફેરને લઈના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની હડાળા બેઠક હેઠળના વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ EVMની હેરફેરના દાવા સાથે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા પ્રશાસન અને પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વખતપર ગામમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર નિયમ વિરુદ્ધ જઈને સરકારી વાહનને બદલે પોતાની ખાનગી ગાડીમાં EVM લઈને નીકળ્યા હતા.
અમદાવાદમાં ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા?
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોતે AAPના બળવાખોર સાંસદોની ઘટના બાદ પાયલોટ પર આડકરું નિશાન સાધ્યું છે. અશોક ગેહલોત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સભા ગજવીને જયપુર પરત આવ્યા હતા. તેમણે જયપુર એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણ કોંગ્રેસ સાથે છે. મને આશા છે કે, તેઓ હવે કોંગ્રેસને છોડવાનું વિચારશે નહીં.’
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ભરૂચની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં બે કામદારોના મોત તથા ૧૬ લોકો દાઝ્યાની દુર્ઘટના બાદ ભારે હોબાળો મચ્યો હતો. દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે કંપનીની મુલાકાતે પહોંચ્યા ત્યારે મૃતક રાકેશ વસાવાના પરિવારજનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય અને મૃતકના સંબંધી રોશન વસાવા વચ્ચે પોલીસની હાજરીમાં જ બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વિવાદ વકરતા ધારાસભ્યએ યુવકને લાફો ઝીંક્યો હતો, જેની સામે યુવકે પણ વળતો પ્રહાર કરતા સ્થિતિ તંગ બની ગઈ હતી.
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'
ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદમાં 44.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટ પર પણ 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીનો અહેસાસ થયો હતો. આજે (27મી એપ્રિલ) પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
PM બેન્ઝામિન નેતાન્યાહુને હરાવવા માટે બે અલગ અલગ વિચારધારા ધરાવતા પૂર્વ પ્રધાનમંત્રીઓએ પોતાની પાર્ટીઓનું વિલિનીકરણ કરીને એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. ઇઝરાયલમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો નફતાલી બેનેટ અને યાયર લેપિડે વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જેનો હેતુ તેમને પદ પરથી હટાવવાનો છે. હવે બંને નેતાઓએ બેનેટના નેતૃત્વમાં એક નવી પાર્ટી બનાવવા માટે ફરીથી એક થવાનો અને તેમના પક્ષોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલમાં ઓક્ટોબર 2027 માં ચૂંટણી થવાની છે.
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે. બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઝઘડામાં ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો. જેના બાદ લોહીલુહાણ હાલતમાં અમિત પત્નીની નજરો સામે જ મૃત્યુ પામી ગયો હતો.
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી.
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શખસે પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટનું સ્તર લગાવી પેક કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવી ગુનાની કબૂલાત કરતા પોલીસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા છે.
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામીના કારણે અચાનક લિફ્ટ બંધ થઈ જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત 11 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અંધારપટ અને ગભરાટ વચ્ચે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જ્યારે 11 લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. લિફ્ટની અંદર 2 બાળકો પણ હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.'
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જો તેની સરખામણી સામાન્ય રહેણાંક મકાન સાથે કરવામાં આવે તો તે આશરે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. 480 મીટર લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે.
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે AAPને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં AAPના સંગઠનમાં ગાબડું પડ્યું છે. સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું મારી AAP સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ લાગવાની આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
લાલપુર જિલ્લા પંચાયત સીટમાં ભાજપ અને આપ વચ્ચે ખૂબ જ રસાકસી જોવા મળશે હાર જીતનું અંતર પણ ખૂબ ઓછું હશે. વિવિધ તારણો મુજબ જિલ્લા પંચાયત માં ભાજપની જીત થવાની શક્યતા છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 1 માં પણ ખૂબ જ રસાકસી ભરેલો માહોલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 2 માં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 3 માં AAP અને ભાજપ વચ્ચે ટક્કર છે જેમાં AAP બાજી મારશે એવી શક્યતા. તાલુકા પંચાયત વોર્ડ નંબર 4 માં AAP બાજી મારશે એવી શક્યતા છે.
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શનનો વિવાદ વકર્યો, તોરણીયા ગામના સરપંચે રેકેટ પકડ્યું જેમાં વન વિભાગના કર્મચારીનો ભાઈ સામેલ છે. સરપંચે સ્થળ પર જઈ વીડિયો ઉતારી રેકેટનો પર્દાફાશ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેનાથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રેકેટમાં વન વિભાગની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ
જામનગરના પંચવટી સોસાયટીના જાસોલિયા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 55 વર્ષીય ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું. જામનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી, પણ તેઓને બચાવી શકાયા ન હતા. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી અન્ય ફ્લેટમાં આગ ફેલાતી અટકી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો અને તપાસ શરૂ કરી.
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
કલગી ચાર રસ્તા પાસે Jeep દ્વારા Eco કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ, જેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, Jeep ખૂબ જ ઝડપે આવી રહી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા Eco કાર સાથે અથડાઈ. લોકોએ આક્ષેપ કર્યો છે કે Jeepમાં સવાર યુવાનો નશામાં હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.
મોરબી શહેરમાં 181 અભયમ ટીમે ભૂલા પડેલા વૃદ્ધાને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. વૃદ્ધા યાદશક્તિ ગુમાવતા ઘરેથી નીકળી ગયા હતા. જાગૃત નાગરિકે અભયમ હેલ્પલાઇન પર જાણ કરતા કાઉન્સેલર સેજલબેન પટેલની ટીમે કાઉન્સિલિંગ કર્યું. ટીમે પરિવારનો સંપર્ક કરી વૃદ્ધાને સોંપ્યા. પરિવારે સવારથી જ શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યું.
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.
ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
પેટલાદના સાંસેદ ગામે બુથ નં. 1 પર ફરજ બજાવતા સેવક અમિત સોલંકીનું અસહ્ય ગરમીના કારણે heart attack આવતા મોત થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ બુથ પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે 12 વાગ્યા આસપાસ ગરમીથી ઢળી પડતા 108 દ્વારા તારાપુર દવાખાને ખસેડાયા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા.
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
જામનગર પેટ્રોલ પંપ પાસે કાર-બાઈક અકસ્માતમાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ.
જામનગર એસ.ટી. વર્કશોપ નજીકના પેટ્રોલ પંપ પાસે કારે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્રી રોડ પર પટકાયા. CCTV ફૂટેજમાં અકસ્માત કેદ થયો. મળતી માહિતી મુજબ કાર ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રી હવામાં ફંગોળાયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા, હાલત ગંભીર. પોલીસે CCTV તપાસ હાથ ધરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
જામનગર પેટ્રોલ પંપ પાસે કાર-બાઈક અકસ્માતમાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ.
તીવ્ર ગરમી અને સનસ્ટ્રોકથી બચાવ: બપોરે 12થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો
સુરેન્દ્રનગરમાં ગરમી વધી રહી છે, જેથી બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બીમાર લોકોએ ખાસ ધ્યાન રાખવું. બપોરે 12થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો, વાસી ખોરાક ન ખાઓ, અને ચા-કોફીનું સેવન ટાળો. માથાનો દુખાવો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને ORS લો. તાજા ફળનો રસ લો, સ્કાર્ફ પહેરો અને ડાયાબિટીસના દર્દીઓનું ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરો અને બંધ કારમાં કોઈને ન છોડો. લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લો.