જામનગરના લાલપુરના મેઘપર વિસ્તારમાં 2 બોગસ તબીબો સામે SOGની કાર્યવાહી
જામનગરના લાલપુરના મેઘપર વિસ્તારમાં 2 બોગસ તબીબો સામે SOGની કાર્યવાહી
Published on: 26th August, 2026

લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા અને દવાઓ આપતા બે શખ્સો સામે મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બંને સ્થળોએથી કુલ રૂ. 8,174 ની કિંમતનો દવાઓ અને તબીબી સાધનોનો મુદ્દામાલ કબજે કરાયો છે. શ્રીમંતો પશુપતિ બિસ્વાસ અને અવિજીત અધિર બિસ્વાસ નામના આ આરોપીઓ સામે મેઘપર (પડાણા) પોલીસ મથકે ગુનો નોંધાયો છે.