અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કૌભાંડોનું કારખાનું!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કૌભાંડોનું કારખાનું!
Published on: 26th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિજિલન્સ વિભાગની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વર્ષ 2021 થી 2026 દરમિયાન 2,578 ફરિયાદો નોંધાઈ હોવા છતાં, માત્ર 298 અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ છે. 373 કેસ પેન્ડિંગ છે અને 1,907 કેસ પુરાવાના અભાવે બંધ કરાયા છે. હાટકેશ્વર બ્રિજ અને રોડ કૌભાંડ જેવા મોટા વિવાદોમાં વિજિલન્સની ભૂમિકા શંકાસ્પદ રહી છે. VS હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ જેવા ગંભીર કેસોમાં પણ હળવી ભલામણો સાથે મામલો રફેદફે કરવામાં આવ્યો છે. હજારો ફરિયાદો છતાં કડક સજાના અભાવે વિજિલન્સ વિભાગ માત્ર કાગળ પર કામ કરતું હોવાની સ્થિતિ સર્જાઈ છે.