જામનગરમાં જળશંકટને હળવું કરવા માટે મહાનગરપાલિકાની 'સૌની યોજના'
જામનગરમાં જળશંકટને હળવું કરવા માટે મહાનગરપાલિકાની 'સૌની યોજના'
Published on: 16th July, 2026

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ સર્જાયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા, જામનગર મહાનગરપાલિકા 'સૌની યોજના' દ્વારા મચ્છુ-૨ ડેમમાંથી 550 MCFT પાણી સસોઈ, ઊંડ-1, અને આજી-3 ડેમોમાં ઠાલવશે. હાલમાં, શહેરની 7 લાખની વસ્તી માટે દરરોજ 150 એમએલડી પાણી અપાય છે, જે રણજીતસાગર, ઊંડ-1, સસોઈ, આજી-3 ડેમ અને નર્મદા લાઇનમાંથી આવે છે. રણજીતસાગરમાં ઓગસ્ટના અંત સુધી અને અન્ય ડેમોમાં જુલાઈના અંત સુધી પાણી રહેવાની શક્યતા છે. આ નિર્ણય શહેરમાં જળસંકટ ટાળવા માટે લેવાયો છે.