પાટણ શહેરમાં ધોવાયેલા રોડના રિસર્ફેસિંગ માટે કરોડોની ગ્રાન્ટ મેળવવા સર્વે શરૂ કરાયો
પાટણ શહેરમાં ધોવાયેલા રોડના રિસર્ફેસિંગ માટે કરોડોની ગ્રાન્ટ મેળવવા સર્વે શરૂ કરાયો
Published on: 20th July, 2026

પાટણ શહેરમાં પ્રથમ રાઉન્ડમાં જ સાડા છ ઇંચ વરસાદથી 50થી વધુ રોડ ધોવાઈ ગયા છે. આંતરિક માર્ગો પૈકી મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા હવે ધોવાયેલા રસ્તાઓનો વિગતવાર સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી રહી છે. સરકાર પાસેથી રોડ રિસર્ફેસિંગ માટે ગ્રાન્ટ મેળવવાનો મુખ્ય હેતુ છે. આ કામગીરી માટે અંદાજિત 6 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ મળવાની આશા છે.