અમરેલીમાં ખૂંખાર સિંહણે મચાવ્યો આતંક, 5 લોકોને બનાવ્યા શિકાર
અમરેલીમાં ખૂંખાર સિંહણે મચાવ્યો આતંક, 5 લોકોને બનાવ્યા શિકાર
Published on: 02nd October, 2026

અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામ અને આસપાસના વિસ્તારોમાં એક વિફરેલી સિંહણે આતંક મચાવ્યો હતો. તેણે 12 કલાક દરમિયાન 4 અલગ-અલગ સ્થળોએ હુમલા કરીને ફોરેસ્ટ ગાર્ડ સહિત કુલ 5 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. બાઇકસવાર યુવાનો પર થયેલા હુમલાથી શરૂ થયેલો આ આતંક મોડી રાત સુધી ચાલ્યો હતો. સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા 12 કલાકના મેગા રેસ્ક્યૂ ઓપરેશન બાદ સિંહણને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઇઝર કરી પાંજરે પૂરી દેવામાં આવી હતી, જેના પગલે લોકોએ હાશકારો અનુભવ્યો.