રાજકોટના બહુ ચર્ચિત અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં ત્રીજી ફરિયાદ
રાજકોટના બહુ ચર્ચિત અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં ત્રીજી ફરિયાદ
Published on: 02nd October, 2026

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જમીનના દસ્તાવેજ અને નાણાકીય વ્યવહારને લગતી વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટના અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે. અગાઉની ફરિયાદો બાદ અલ્પેશ દોંગા સામે કાલાવડ પંથકમાં નોંધાયેલી આ ત્રીજી ફરિયાદ છે. ધનજીભાઈ હીરાભાઈ મોરીએ જણાવ્યું કે, જાન્યુઆરી 2022 થી જુલાઈ 2022 દરમિયાન તેમની નાણાકીય મુશ્કેલીનો ગેરલાભ લઈ અલ્પેશભાઈ દોંગા સહિતના આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી ખેતીની જમીનના દસ્તાવેજ કરાવ્યા હતા. તેમને રાજકોટ ખાતેની ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ’ની ઓફિસે બોલાવી સુરક્ષા પેટે દસ્તાવેજ કરાવ્યો હતો અને ત્રણ ટકા માસિક વ્યાજે રૂ.48 હજારની ઉઘરાણી કરી વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ છે.