વાલિયા આરોગ્ય કેન્દ્રની જર્જરિત છત
વાલિયા આરોગ્ય કેન્દ્રની જર્જરિત છત
Published on: 05th June, 2026

ભરૂચના વાલિયા તાલુકાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં છે, જ્યાં સ્ટાફ અને દર્દીઓના જીવ જોખમમાં છે. છતના પોપડા ખરવા, ગંદકી અને અત્યંત ખરાબ સ્થિતિને કારણે યુથ પાવર અને આમ આદમી પાર્ટીએ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. 10 જૂન સુધી હોસ્પિટલને સુરક્ષિત સ્થળે ખસેડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગાઉ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ યથાવત છે.