ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકીઓના મોત
ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકીઓના મોત
Published on: 31st August, 2026

ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે. પરિવારજનોએ શોધખોળ કરતાં તળાવ કિનારે કાગળની હોડીઓ મળી આવી હતી. સ્થાનિક યુવકે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી, પરંતુ તેઓ મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.