બનાસકાંઠામાં પાક પર જીવાતનો ઉપદ્રવ
બનાસકાંઠામાં પાક પર જીવાતનો ઉપદ્રવ
Published on: 31st August, 2026

બનાસકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે પિયત વિનાના પાક સુકાઈ રહ્યા છે. ભેજવાળા વાતાવરણને કારણે મકાઈમાં ઈયળ, મગફળીમાં ડોળ (મૂળનો કીડો) અને ખાસ કરીને ઘાસચારામાં ઘોડલાનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મોટાભાગના પાકનો ઉપજ સમયસર નહીં નીકળે તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. કૃષિ નિષ્ણાતોએ યોગ્ય દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપી છે, પરંતુ ઘાસચારા પર દવા છાંટ્યા બાદ ૧૦-૧૨ દિવસ સુધી પશુઓને ખવડાવવો નહીં તે બાબત પર ભાર મૂક્યો છે.