વિશ્વ પર્યાવરણ દિવસ: ભરૂચ જિલ્લામાં ગત વર્ષ કરતા એક લાખ વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
વિશ્વ પર્યાવરણ દિવસ: ભરૂચ જિલ્લામાં ગત વર્ષ કરતા એક લાખ વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
Published on: 05th June, 2026

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વૃક્ષારોપણના મોટા પાયે આયોજન કરાયું છે. ગત વર્ષે 4.32 લાખ વૃક્ષો વાવ્યા હતા, તેની સામે આ વર્ષે 5.38 લાખથી વધુ રોપા રોપીને જિલ્લાને હરિયાળો બનાવવાનો લક્ષ્યાંક છે. ચોમાસાની શરૂઆત સાથે આ કામગીરી શરૂ થશે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન કવચ, ગ્રામ વાટિકા જેવા વિવિધ મોડલ હેઠળ વૃક્ષારોપણ અને તેના જતન પર ભાર મૂકવામાં આવશે. ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ સંતુલન જાળવવા આ પ્રયાસો અત્યંત મહત્વપૂર્ણ છે.