મોરબીમાં અજાણ્યા વાહન હેઠળ બાઈક અથડાતા બે મિત્રોના કરૂણ મોત
મોરબીમાં અજાણ્યા વાહન હેઠળ બાઈક અથડાતા બે મિત્રોના કરૂણ મોત
Published on: 19th August, 2026

મોરબી બાયપાસ પાસે રવિરાજ ચોકડી પર મોડી રાત્રે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બે યુવાનોના દુઃખદ અવસાન થયું છે. આ બંને મિત્રો મેલડી માતાજીના મંદિરે આખ્યાન જોવા જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં શોક છવાયો છે.