જામનગરમાં બે શખ્સોએ મહિલાના ગળામાંથી રૂ.90 હજારનો સોનાનો ચેન લૂંટ્યો
જામનગરમાં બે શખ્સોએ મહિલાના ગળામાંથી રૂ.90 હજારનો સોનાનો ચેન લૂંટ્યો
Published on: 23rd September, 2026

જામનગર શહેરના બેડી બંદર રોડ પર કેદાર પાર્ક વિસ્તારમાં પગપાળા ઘરે જઈ રહેલી એક મહિલાના ગળામાંથી અંદાજે રૂ.90 હજારની કિંમતનો સોનાનો ચેન બે અજાણ્યા શખ્સોએ લૂંટી લીધો હતો. આ ઘટના બાદ બંને શખ્સો સફેદ એક્ટિવા પર ફરાર થઈ ગયા હતા. આ અંગે સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.