વડોદરાના જરોદ ગામમાં કપિરાજના આંતક બાદ અંતે વનવિભાગે વાંદરાને પાંજરે પૂર્યો
વડોદરાના જરોદ ગામમાં કપિરાજના આંતક બાદ અંતે વનવિભાગે વાંદરાને પાંજરે પૂર્યો
Published on: 17th July, 2026

જરોદ ગામના ડેરી ફળિયા અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કપિરાજે ભયનો માહોલ સર્જ્યો હતો. જેમાં ચાર લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા, જે તમામે જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ અંગે વડોદરા Forest વિભાગને જાણ કરાતા, તેમની ટીમ તાત્કાલિક જરોદ પહોંચી અને વાંદરાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું. ટ્રાન્કવી લાયસર (ડાર્ક ઘ્ાન) નો ઉપયોગ કરી Forest વિભાગે સફળતાપૂર્વક તોફાની કપિરાજને પરમાર ફળિયામાંથી પાંજરે પુર્યો.