વડોદરામાં હોસ્પિટલનું બહાનું કાઢી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
વડોદરામાં હોસ્પિટલનું બહાનું કાઢી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
Published on: 27th September, 2026

વડોદરામાં એટીએમમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવક સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ હોસ્પિટલનું બહાનું કાઢી યુવક પાસેથી રૂ. 10,000 રોકડા લીધા અને ઓનલાઈન ટ્રાન્સફર કર્યાનો ખોટો મેસેજ બતાવી ફરાર થઈ ગયો. બાદમાં તપાસ કરતા યુવકના ખાતામાં પૈસા જમા થયા ન હતા. આ જ શખ્સે અન્ય એક વ્યક્તિ સાથે પણ છેતરપિંડી કરી હતી. ગોરવા પોલીસે તપાસ કરી આરોપી સાહિલ જાફરભાઈ શેખને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી રૂ. 15,500 કબજે કર્યા છે.