જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મી સન્માન
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મી સન્માન
Published on: 18th July, 2026

જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે વયનિવૃત્ત કર્મચારીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના નવા નિમાયેલા ચેરમેન ચિરાગ રાજાણી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠાભાઇ ચુડાસમાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. આ ઉપરાંત, જિલ્લા પ્રમુખ અને શાસકપક્ષના નેતાના સ્થાને તેમના પતિદેવો ઉપસ્થિત રહ્યા હતા, જેણે કાર્યક્રમની ગરિમા પર પ્રશ્નાર્થ સર્જ્યો હતો.