ભુજની જી.કે. હોસ્પિટલ નેત્ર વિભાગ દ્વારા 14 દિવસીય નેત્રદાન જનજાગૃતિ કાર્યક્રમો શરૂ
ભુજની જી.કે. હોસ્પિટલ નેત્ર વિભાગ દ્વારા 14 દિવસીય નેત્રદાન જનજાગૃતિ કાર્યક્રમો શરૂ
Published on: 25th August, 2026

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના નેત્ર વિભાગ દ્વારા 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી 41મા રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ 14 દિવસીય અભિયાનમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોને નેત્રદાન માટે પ્રેરિત કરવામાં આવશે. ‘નેત્રદાનનો એક સંકલ્પ, બેને દૃષ્ટિ’ ના સંદેશ સાથે ચક્ષુદાનનું મહત્ત્વ સમજાવવામાં આવશે. ડો. કવિતાબેન શાહના માર્ગદર્શન હેઠળ ડોકટરો, રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વૈજ્ઞાનિક માહિતી પહોંચાડશે અને ગેરમાન્યતાઓ દૂર કરશે. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને અંધજન કલ્યાણ મંડળ જેવી સંસ્થાઓ સહયોગ આપી રહી છે.