ગોધરામાં શ્રાવણમંદ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ડિજિટલ હિયરિંગ એઇડનું વિતરણ કરાયું
ગોધરામાં શ્રાવણમંદ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ડિજિટલ હિયરિંગ એઇડનું વિતરણ કરાયું
Published on: 29th May, 2026

ગોધરા ખાતે રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં શ્રાવણમંદ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ હિયરિંગ એઇડ વિતરણ કેમ્પ યોજાયો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના કુલ 78 વિદ્યાર્થીઓને, જેઓ ધોરણ 1થી 12 માં અભ્યાસ કરે છે, તેમને રાજ્યસભા સાંસદની ગ્રાન્ટમાંથી રૂ. 62.40 લાખની રકમમાંથી આ હિયરિંગ ડીવાઈસનું વિતરણ કરાયું. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.