જામનગર જી.જી. હોસ્પિટલના ડીન, એડિશનલ ડીન અને ઇન્ચાર્જ સુપ્રિ. સામે ફરિયાદ
જામનગર જી.જી. હોસ્પિટલના ડીન, એડિશનલ ડીન અને ઇન્ચાર્જ સુપ્રિ. સામે ફરિયાદ
Published on: 11th September, 2026

જામનગરની જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. નેશનલ મેડિકલ કમિશન (NMC), મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગને રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા બે ગુપ્ત ફરિયાદો મોકલવામાં આવી છે. આ ફરિયાદોમાં ડીન ડો. નંદિની દેસાઈ, એડિશનલ ડીન ડો. એસ. એસ. ચેટરજી અને પેથોલોજી વિભાગના વડા ડો. વિજય પોપટ સામે શારીરિક-માનસિક શોષણ, સત્તાનો દુરુપયોગ અને આર્થિક ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કરાયા છે. ડો. દેસાઈએ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે, જ્યારે ડો. પોપટે આ આક્ષેપોને વિકૃત માનસિકતા ગણાવી છે.