લિવર જાતે રિપેર થાય છે, પણ ક્યાં સુધી?
લિવર જાતે રિપેર થાય છે, પણ ક્યાં સુધી?
Published on: 09th August, 2026

લિવર શરીરના પોષક તત્વોની પ્રક્રિયા, મેટાબોલિઝમ, પ્રોટીન નિર્માણ, ઊર્જા સંગ્રહ અને હાનિકારક પદાર્થો દૂર કરવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. લિવરમાં પોતાને રિપેર કરવાની ક્ષમતા છે, પરંતુ તેની પણ મર્યાદા હોય છે. લિવરને થયેલું નુકસાન કેટલું ગંભીર છે, કેટલા સમયથી છે અને તેનું કારણ દૂર થયું છે કે નહીં તેના આધારે રિકવરી નક્કી થાય છે. લાંબા સમયનું નુકસાન લિવરની રચનામાં કાયમી ફેરફાર કરી શકે છે. તેથી સમસ્યાને અવગણવાને બદલે સમયસર સારવાર અને કારણ દૂર કરવું જરૂરી છે.