અભિનેત્રી અવિકા ગોર ડેન્ગ્યૂની ઝપેટમાં, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
અભિનેત્રી અવિકા ગોર ડેન્ગ્યૂની ઝપેટમાં, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
Published on: 09th August, 2026

ટીવી એક્ટ્રેસ અવિકા ગોરને ડેન્ગ્યૂનો ચેપ લાગતાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના પતિ મિલિન્દ ચંદવાનીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. અવિકાને છેલ્લા પાંચ દિવસથી ૧૦૪ ડિગ્રી તાવ આવી રહ્યો હતો. તાવ હોવા છતાં તેણે એક પ્રોજેક્ટનું શૂટ પતાવી દીધું હતું અને એડ શૂટ માટે દિલ્હી પણ ગઈ હતી. ટેસ્ટ રિપોર્ટમાં ડેન્ગ્યૂ હોવાનું નિદાન થયું હતું. કામ પ્રત્યેની તેની નિષ્ઠા પ્રશંસનીય છે.