સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો ચાલુ
સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો ચાલુ
Published on: 10th August, 2026

વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો ચાલુ રહેતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મૃત માછલીઓના નિકાલની કામગીરી અટકી ગઈ છે. આ કારણે તળાવના કિનારે મૃત માછલીઓનો ઢગલો થતાં આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. તળાવની મુલાકાતે આવતા સહેલાણીઓને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સુરસાગરને વિકસાવવાની વાતો વચ્ચે માછલીઓના સતત મોત અને નિકાલની સમસ્યા તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી આ સ્થિતિ છે.