જામનગરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર 23,761 વાહન ચાલકો કેમેરામાં કેદ, 8,053 વાહનચાલકોએ રૂ. 63.34 લાખ દંડ ભર્યો
જામનગરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર 23,761 વાહન ચાલકો કેમેરામાં કેદ, 8,053 વાહનચાલકોએ રૂ. 63.34 લાખ દંડ ભર્યો
Published on: 29th July, 2026

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસ તંત્ર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. મુખ્ય માર્ગો પર લગાવાયેલા સીસીટીવી કેમેરાઓ ટ્રાફિક ભંગ કરનારા વાહન ચાલકો પર નજર રાખી રહ્યા છે. છેલ્લા સાત મહિનામાં, 23,761 વાહન ચાલકોને ઈ-ચલણ આપવામાં આવ્યા છે. તેમાંથી 8,053 વાહન ચાલકોએ રૂ. 63,34,950નો દંડ ભર્યો છે. હજુ પણ 15,708 વાહન ચાલકોએ રૂ. 1,50,57,500નો દંડ ભરવાનો બાકી છે. આ બાકી દંડની વસૂલાત માટે પોલીસ આકરા પગલાં ભરી રહ્યું છે અને 1,750 વાહન ચાલકોને ખાસ નોટિસો પાઠવી છે.