શાળાના આંગણે ગટરના પાણી, 700 બાળકના આરોગ્યને જોખમ: રજૂઆતો છતાં શૂન્ય પરિણામ
શાળાના આંગણે ગટરના પાણી, 700 બાળકના આરોગ્યને જોખમ: રજૂઆતો છતાં શૂન્ય પરિણામ
Published on: 29th July, 2026

સુરેન્દ્રનગર મનપાની સ્વચ્છતા વાતો વચ્ચે સનફ્લાવર સ્કૂલના આંગણે ત્રણ દિવસથી ગટરના ગંદા પાણી ભરાયા છે. 700 બાળકોના આરોગ્ય પર ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભૂગર્ભ ગટર બ્લોક હોવાને કારણે અને રોડનું લેવલ ઊંચું આવી જવાથી આ સમસ્યા વારંવાર સર્જાય છે. શાળા સંચાલકો દર વર્ષે રજૂઆતો કરે છે, છતાં મનપાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. આ ગંભીર બેદરકારી સામે સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી છે.