મજેવડી‎‎બુથમાં ઉત્સાહ, અંધશાળા પર નીરસતા: પુરુષ મતદારો મહિલાઓ કરતાં આગળ, 54.75% મતદાન
મજેવડી‎‎બુથમાં ઉત્સાહ, અંધશાળા પર નીરસતા: પુરુષ મતદારો મહિલાઓ કરતાં આગળ, 54.75% મતદાન
Published on: 29th July, 2026

વોર્ડ નંબર 3 માં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં કુલ 54.75% મતદાન નોંધાયું છે, જેમાં 13,919 મતદારોમાંથી 7,621 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પુરુષોની ભાગીદારી 56.08% અને મહિલાઓની 53.32% રહી. મજેવડી દરવાજા અને સુખનાથ ચોક વિસ્તારોમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં કુમાર શાળા નં.6 માં રેકોર્ડબ્રેક 78.62% મતદાન થયું. બીજી તરફ, અંધશાળા વિસ્તારમાં માત્ર 30.15% ઓછું મતદાન નોંધાયું, જે નીરસતા દર્શાવે છે.