થાણેના કેબ ચાલકે રાયગઢ ફોર્ટ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
થાણેના કેબ ચાલકે રાયગઢ ફોર્ટ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Published on: 06th October, 2026

થાણેના વાગ્લે એસ્ટેટ વિસ્તારના કેબ ડ્રાઈવર સુયોગ પાંચાળ (૩૭) એ રાયગઢ કિલ્લાની ટકમક ટોચ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. ઘરે ઝઘડો થયા બાદ ગુસ્સામાં નીકળીને તે રાયગઢ પહોંચ્યો હતો. તેણે પત્નીને ફોટા મોકલી અને આત્મહત્યા કરી રહ્યો હોવાની જાણ કરી હતી. શોધખોળ બાદ ડ્રોનની મદદથી ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં તેનો મૃતદેહ મળ્યો. રેસ્ક્યુ ટીમે અતિ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને મૃતદેહ બહાર કાઢ્યો. મહાડ તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે.