અમદાવાદ પ્લેન ક્રેશ બાદ Air India પર મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો: રિપોર્ટ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ Air India પર મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો: રિપોર્ટ
Published on: 03rd September, 2026

12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા Air India પ્લેન ક્રેશ બાદ મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો છે. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં 260 લોકોના જીવ ગુમાવ્યા હતા. મુસાફરોએ સેફ્ટી સ્ટાન્ડર્ડને અનુસરવામાં ઢાંકપીછોડાના આરોપો લગાવ્યા છે. પરિણામે, ભારત અને બ્રિટન વચ્ચેના Air Indiaના ફ્લાઈટ રૂટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જુલાઈ 2025 સુધી સારી સ્થિતિ હતી, પરંતુ ત્યારબાદ ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો. ઓગસ્ટથી ડિસેમ્બર 2025 દરમિયાન મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.