PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાતથી અમેરિકા નારાજ, માર્કો રુબિયોની ચેતવણી
PM મોદી અને ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાતથી અમેરિકા નારાજ, માર્કો રુબિયોની ચેતવણી
Published on: 03rd September, 2026

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથેની મુલાકાત અમેરિકાને પસંદ આવી નથી. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત સહિત અન્ય દેશોને ચેતવણી આપી છે કે તેઓ ઈરાનને આવક ઊભી કરવામાં કે અમેરિકી પ્રતિબંધોમાંથી બચવામાં મદદ ન કરે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને ત્રાસવાદ અને પરમાણુ શસ્ત્રો માટે ભંડોળ એકઠું કરવામાં મદદ કરનાર દેશો સામે પણ કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. આ નિવેદન ઈરાન સામે અમેરિકાની આર્થિક નાકાબંધી તેજ બનાવવાની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે.