આનંદ: વટાદરા ગામના રોકડિયા હનુમાન મંદિરમાં 5000 ભાવિકોએ વ્યસનમુક્તિના લીધા શપથ.
આનંદ: વટાદરા ગામના રોકડિયા હનુમાન મંદિરમાં 5000 ભાવિકોએ વ્યસનમુક્તિના લીધા શપથ.
Published on: 24th August, 2026

ખંભાતના વટાદરા ગામમાં, જ્યાં શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિર ભાવિકોમાં ખૂબ આસ્થા ધરાવે છે, ત્યાં એક ભવ્ય વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન થયું. આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાંથી લગભગ 5000 હરિભક્તોએ સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવા માટે આજીવન વ્યસનમુક્ત રહેવાના શપથ લીધા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ખંભાત શાખાએ પણ વ્યસનોના નુકસાન અંગે જાગૃતિ ફેલાવી.