BCCIએ ઇંગ્લેન્ડ વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમમાં કર્યા બે મોટા ફેરફાર
BCCIએ ઇંગ્લેન્ડ વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમમાં કર્યા બે મોટા ફેરફાર
Published on: 12th July, 2026

ઇંગ્લેન્ડ સામેની વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ પહેલાં ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઇન્જરીના કારણે સિરીઝમાંથી બહાર થયા છે. BCCI એ તેમના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં હર્ષિત રાણાના સ્થાને પ્રિન્સ યાદવનો સમાવેશ કરાયો છે. જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વરુણ ચક્રવર્તીની જગ્યાએ રવિ બિશ્નોઈને તક મળી છે. બંને ખેલાડીઓ બેંગલુરુ સ્થિત COE માં સારવાર માટે જશે.