BRICS Summitને કારણે દિલ્હીમાં ટ્રેનો રદ અને રૂટ બદલાયા
BRICS Summitને કારણે દિલ્હીમાં ટ્રેનો રદ અને રૂટ બદલાયા
Published on: 11th September, 2026

૧૮મી BRICS Summit ૨૦૨૬ દિલ્હીમાં યોજાવાને કારણે સુરક્ષા અને વ્યવસ્થાપનના કડક પગલાં લેવાયા છે. ઉત્તર રેલવે દ્વારા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક પ્રીમિયમ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ૧૧ સપ્ટેમ્બરથી લાંબા અંતરની ટ્રેનોના માર્ગો ડાયવર્ટ કરાયા છે. રાજધાની અને સંપોર્ણ ક્રાંતિ જેવી ટ્રેનો વૈકલ્પિક માર્ગે દોડશે. સ્થાનિક EMU અને MEMU ટ્રેનો પણ રદ થતાં દૈનિક મુસાફરોને ભારે અસુવિધા પડી રહી છે. અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. મુસાફરોને સ્ટેશન જતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસવા અને વહેલા નીકળવાની સલાહ અપાઈ છે.