ભારતની પરમાણુ તાકાતનો વધ્યો દબદબો
ભારતની પરમાણુ તાકાતનો વધ્યો દબદબો
Published on: 11th September, 2026

‘ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ’ (FAS)ના અહેવાલ મુજબ, ભારતે અંદાજે 190 પરમાણુ હથિયારો તૈયાર કર્યા છે, જેમાંથી 160થી વધુ સક્રિય ડિલિવરી સિસ્ટમ્સ સાથે જોડાયેલા છે. ભારત પોતાની પરમાણુ સંખ્યા ગુપ્ત રાખે છે. આ વધારાના હથિયારો ભવિષ્યની મિસાઇલો જેમ કે ‘અગ્નિ-પ્રાઇમ’ અને ‘K-4’ માટે તૈયાર રાખવામાં આવ્યા છે, જે ‘Credible Minimum Deterrence’ નીતિને મજબૂત બનાવે છે. આ વિકાસ છતાં, ભારત પોતાની ‘નો-ફર્સ્ટ-યુઝ’ નીતિ અને પરમાણુ પરીક્ષણ મોરેટોરિયમનું પાલન કરી રહ્યું છે.