કેબ ડ્રાઇવરે પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી
કેબ ડ્રાઇવરે પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી
Published on: 20th September, 2026

મુંબઈની મહિલા ગ્રાહક સાથે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા અને એડિટ કરેલા ફોટા શેર કરતા પત્નીને જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા પત્નીએ અભયમમાં મદદ માંગી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી પતિને કાયદાકીય જોગવાઇઓ અને પત્નીના હક્ક અધિકારો સમજાવ્યા. પતિએ ભૂલ સ્વીકારી મુંબઈની મહિલા સાથે સંબંધ ન રાખવાની ખાતરી આપતાં સમાધાન થયું.