આવકવેરાના લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં, CBDTના નવા નિયમો
આવકવેરાના લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં, CBDTના નવા નિયમો
Published on: 20th September, 2026

CBDTના નવા નિયમો મુજબ, હવે આવકવેરાના બાકી લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ થઈ શકશે નહીં. 'ઈનકમ-ટેક્સ (ફોર્થ એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2026' હેઠળ, પહેલી એપ્રિલ 2026થી આ જોગવાઈઓ રદ કરવામાં આવી છે. કરચોરી કે ડિફોલ્ટના કિસ્સામાં અધિકારીઓ વ્યક્તિગત અટકાયત કરી શકશે નહીં. આ સુધારામાં ટેક્સ રિકવરીના નિયમો બદલવામાં આવ્યા છે. રૂલ 225માં સુધારો કરીને ધરપકડના નિયમો દૂર કર્યા છે, જે 'ડિક્રિમિનાલાઈઝેશન' હેઠળ આવે છે. હવે માત્ર નાણાકીય દંડ લાગુ થશે. ટેક્સ રિકવરી માત્ર મિલકત જપ્તી અને વેચાણ દ્વારા જ હાથ ધરાશે. કરદાતાના મૃત્યુના કિસ્સામાં પણ વારસદારો સામે કોઈ કાર્યવાહી થશે નહીં.