8મા પગારપંચ પહેલા DAમાં 3%નો વધારો નિશ્ચિત
8મા પગારપંચ પહેલા DAમાં 3%નો વધારો નિશ્ચિત
Published on: 06th August, 2026

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા (DA)માં 3%નો વધારો થવાની શક્યતા છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા મોંઘવારીના નવા આંકડા મુજબ, DA 60% થી વધીને 63% થઈ શકે છે. આ 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો મોટો વધારો હોઈ શકે છે, જ્યારે 8મા પગાર પંચની ભલામણો લાગુ થવામાં સમય લાગશે. CPI-IW આંકડો 151.9 થયો છે. 1 જુલાઈ, 2026થી આ વધારો અમલી ગણાશે, અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત થશે. કર્મચારીઓને પાછલા મહિનાઓનું એરિયર્સ પણ ચૂકવાશે.