BCCI માટે ફરી ચિંતા: ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત
BCCI માટે ફરી ચિંતા: ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત
Published on: 06th August, 2026

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં BCCIની મુશ્કેલી વધી છે. કોલંબોમાં વોર્મ-અપ મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ગિલના જમણા હાથના અંગૂઠા પર બે વખત બોલ વાગ્યો હતો, જેના કારણે તેને ઈજા થઈ હતી. મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર કરી, પરંતુ ફરીથી ઈજા થતાં ગિલે પ્રેક્ટિસ છોડી દીધી. 15 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા તેની ફિટનેસ અંગે પ્રશ્નો સર્જાયા છે.