ડીજેનો વપરાશ ટાળવા તમામ ગણેશ મંડળોને સમન્વય સમિતિની તાકીદ
ડીજેનો વપરાશ ટાળવા તમામ ગણેશ મંડળોને સમન્વય સમિતિની તાકીદ
Published on: 10th September, 2026

મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન ડી.જે. સાઉન્ડના ઘોંઘાટ સામે થયેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, વૃહ્દ મુંબઇ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ ગણેશ મંડળોને અવાજની નિર્ધારિત મર્યાદા, એટલે કે દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ, નું પાલન કરવા આહવાન કર્યું છે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે ડી.જે. માન્ય નથી. ભક્તોને ઉત્સવની પવિત્રતા જાળવવા માટે મરાઠી ધાર્મિક ગીતો, ભજન-કિર્તન અને પારંપરિક સંગીત પર ભાર મૂકવાનું સૂચન કરાયું છે.