રાજકોટના કાલાવડ રોડ પર ઓમ સોસાયટીનો બિસ્માર રસ્તો
રાજકોટના કાલાવડ રોડ પર ઓમ સોસાયટીનો બિસ્માર રસ્તો
Published on: 24th August, 2026

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ સ્થિત ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશો રસ્તાની બિસ્માર હાલતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મેઈન રોડ પરથી ડામર ગાયબ થઈ માત્ર ખાડાઓ જ બચ્યા છે, જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રહીશો દ્વારા મનપા અને વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે. પ્રાથમિક સુવિધા સમાન રસ્તાની અવગણનાથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.